હજ 2024 માં ગુજરાત ભરથી હજ કમીટી દ્વારા જનારા હાજીઓ માટે અમદાવાદ એરપોર્ટથી વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે 24 મે,2024 થી અમદાવાદ એરપોર્ટથી તબક્કાવાર હાજીઓ ફ્લાઈટ મારફતે જીદ્દા અને ત્યાંથી મક્કા પહોંચશે.
ઉલ્લેખનીય છે કે ભારત માંથી આ ભારતના ઈતિહાસના સૌથી વધુ હાજીઓ આ વર્ષે હજ યાત્રા કરવા રવાના થશે. માહીતી મુજબ ભારત સરકારના અથાક પ્રયત્નો અને સાઉદી અરેબીયા જોડે સારા સંબંધોના પરિણામે ભારતને વધુ ક્વોટા મળેલ છે, જેનો ભારતીય મુસ્લીમ હાજીઓને લાભ મળેલ છે.