Site icon newinfohub

ધો.10-12 બોર્ડનું પરિણામ મતદાન બાદ જાહેર થશે

Board Result

આ વર્ષે માર્ચ મહીનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ  પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન ની કામ ગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને એપ્રિલ મહિનાના અંત પહેલા કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવી હતી. ધો.12 સાયન્સ પ્રવાહ ત્યારબાદ ધો.12 સામાન્ય પ્રવાહ  અને ધોરણ 10 ના મૂલ્યાંકન કામગીરી પૂર્ણ કરી પરિણામ તૈયાર કરી દેવામાં આવ્યા હતા.

માહિતી મુજબ  મતદાન પહેલા જો પરિણામ જાહેર કરવામાં આવે તો તેની અસર મતદાન પર પરોક્ષ રીતે થઈ શકે છે, જેમ કે ધો.10 અને ધો.12 ના  વહેલા પરિણામ આવી જવાથી વેકેશનમાં બહાર જવાની રાહ જોઈ રહેલા વિદ્યાર્થી અને વાલીઓ પરિણામ બાદ બહારગામ જતા રહે તો મતદાન પર તેની અસર પડે એટલે મતદાન ઓછુ થવાની શક્યતા રહે છે.

આમ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને હજુ રાહ જોવી પડશે અને મે મહીનામાં ગુજરાતમાં ચૂટણી પૂર્ણ થયા બાદ તેમની આતૂરતાનો અંત આવે એવું લાગી રહ્યુ છે.

Exit mobile version