Site icon newinfohub

કુંવરબાઈનું મામેરૂ – Kuvarbai nu Mameru Yojana – Eligibility and How to Apply Government of Gujarat Yojana

કુંવરબાઈનું મામેરૂ

Kuvarbai nu Mameru Yojana

Eligibility and How to Apply Government of Gujarat Yojana

  SEBC, OBC અને આર્થિક રીતે પછાત વર્ગ માટે

લગ્ન માટે કન્યાને મળશે રૂ.12000

Welcome  www.newinfohub.com માં આપનું સ્વાગત છે,આજે આ આર્ટિકલના માધ્યમથી  ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગની  કુંવરબાઈનું મામેરૂ યોજના વિશે જાણીશુ.

ગુજરાત સરકાર વિવિધ યોજના દ્વારા સમાજને લાભ થાય તેવા કાર્યો કરી રહી છે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે, જેમાંથી કેટલીક યોજનાઓ ટુંકાગાળાની હોય છે તો કેટલીક યોજનાઓ હમેશા ચાલુ રહેતી હોય છે અને તેનાથી ગુજરાતના નાગરીકને વિવિધ લાભો મળી રહેતા હોય છે.

કુંવરબાઈનું મામેરૂ યોજના સામાજીક અને આર્થિક રીતે પછાત SEBC, OBC અને આર્થિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થતા યુવક-યુવતીના લગ્ન બાદ બે વર્ષની અંદર જરૂરી પુરાવા અને શરતો મુજબ અરજી કરવાથી યુવતી (કન્યા) ને સહાય તરીકે રૂ.12000/- ની રકમ  DBT (direct bank transfer) દ્વારા આપવામાં આવે છે.

યોજનાનો લાભ કોને કોને મળે ?

સામાજીક અને આર્થિક રીતે પછાત SEBC, OBC અને આર્થિક રીતે પછાત વર્ગમાં સમાવેશ પુખ્તવયની કન્યાને. (આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે સામાન્ય-જનરલ વર્ગની કોઈ પણ કે જેના પિતાની વાર્ષિક આવક 6,00,000/-થી ઓછી હોય તેવી કન્યા)

આવક મર્યાદા

આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે. (કન્યાના  પિતાના આવકનો દાખલો અને પિતા હયાત ના હોય તો કન્યાની માતાનો આવકનો દાખલો અને પિતાના મરણનો દાખલો સબમીટ કરવો જરૂરી છે.)

આ યોજનામાં કેટલી સહાય મળે ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય  DBT (direct bank transfer) દ્વારા ચૂકવવામાં આવે છે.

આવશ્યક પુરાવા

નોંધઃ યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધી લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

આ  યોજના નો લાભ લેવા માટે સમાજ કલ્યાણની વેબ સાઈટ www.esamajkalyan.gujarat.gov.in  પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહે છે. તમો જાતે અથવા સાયબર કાફે – ઓનલાઈન સેન્ટર પર જઈને જરૂરી ઓરીજીનલ પુરાવા સ્કેન કરાવીને અરજી સબમીટ કરી શકો છો.

આવી જ બીજી સહાય યોજનાઓની માહીતી મેળવવા માટે અમારી વેબસાઈટ www.newinfohub.com પર મુલાકાત કરતા રહો, અમો તમોને સાચી અને સરળ ભાષામાં સમાજને ઉપયોગી માહીતી આપતા રહીશું.

Exit mobile version