શ્રી વાજપાઈ બેન્કેબલ લોન યોજના – Shri Vajpayee Bankable Government Loan Yojana

શ્રી વાજપાઈ બેન્કેબલ લોન યોજના

વિવિધ ધંધા વ્યવસાય માટે  તેમજ ટેક્ષી કાર (ફોર વ્હીલર)

પેસેન્જર રીક્ષા, લોડીંગ રીક્ષા,મીની ટ્રક માટે 

Government Loan  8 લાખ સુધીની લોન 

 

Shri Vajpayee Bankable Loan Yojana – How to Apply – Loan Amount – Document Require Government Loan / Government Finance

(20% થી 40% સબસિડી નિયમ મુજબ મળવા પાત્ર)

નવો ધંધો શરૂ કરવા તેમજ ચાલુ ધંધાને વધુ વિકસીત કરવા માટે લોન અને સહાય.

www.newinfohub.com  માં આપનું સ્વાગત છે.  શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત કેટલી લોન મળે છે અને કેટલી સબસીડી મળે છે અને ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શું છે તે વિષેની માહિતી અત્રે પ્રસ્તુત છે. આ એક Government Loan યોજના છે.

ગુજરાત સરકાર ના વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં એક યોજના છે. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના જે કમિશનર શ્રી, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી (ગુજરાત સરકાર)  દ્વારા ચલાવવામાં આવે છે.  આ યોજના અંતર્ગત બેરોજગાર વ્યક્તિઓને રોજગારીની તક પુરી પાડવા માટે તેમને લોન અને તે લોન માં સબસીડી આપી સહાય આપવામાં આવે છે.

વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ અને અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

શૈક્ષણિક લાયકાત/ તાલીમ / અનુભવ ? Education / Experience / Training

ઓછામાં ઓછું ધોરણ 4 પાસ  અથવા તાલીમ/અનુભવ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછી 1 માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા ધંધાને અનુરૂપ 1 વર્ષનો અનુભવ જરૂરી છે અથવા વારસાગત કારીગર હોવા જોઈએ.

વય મર્યાદા ? Age Limit

અરજદારની વય મર્યાદા 18 થી 65 હોવી જરૂરી છે.

બેંક દ્વારા મહત્તમ લોન ધિરાણની મર્યાદા શું છે ? Government Loan Amount

આ યોજના અંતર્ગત અરજદાર 8 લાખ સુધીની લોન  ઉદ્યોગ/સેવા/વેપાર ક્ષેત્ર માટે લોન મેળવી શકે છે.

સબસીડીનો દર કેટલો છે ? Subsidy

ગ્રામ્ય વિસ્તારમાં 25 ટકા સામાન્ય કેટેગરી માટે અને 40 ટકા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ / માજી સૈનિક / મહિલા / 40 ટકા કે તેથી વધુ અંધ કે અપંગ વ્યક્તિ માટે.

શહરી વિસ્તારમાં 20 ટકા સામાન્ય કેટેગરી માટે અને 30 ટકા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ / માજી સૈનિક / મહિલા / 40 ટકા કે તેથી વધુ અંધ કે અપંગ વ્યક્તિ માટે.

સહાય (સબસીડી) ની મહત્તમ મર્યાદા: Subsidy Limit

ક્રમ ક્ષેત્ર સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)
ઉદ્યોગ ₹.૧,૨૫,૦૦૦
સેવા ₹.૧,૦૦,૦૦૦
વેપાર જનરલ કેટેગરી શહેરી ₹.૬૦,૦૦૦
ગ્રામ્ય ₹.૭૫,૦૦૦
રીઝર્વ કેટેગરી શહેરી/ ગ્રામ્ય ₹.૮૦,૦૦૦
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે.

પ્રક્રિયા- How to Apply Shri Vajpayee Bankable Yojana Government Loan 

https://blp.gujarat.gov.in   વેબ સાઈટ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકાય છે. જેમાં રજીસ્ટ્રેશન કરીને લોગીન આઈડી અને પાસવર્ડ બનાવીને જરૂરી માહીતી ભરીને માંગ્યા મુજબના પુરાવા (ઓરીજીનલ પુરાવા) સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. ત્યારબાદ ફોર્મનું સ્ટેટસ પરથી તમે જાણી શકશો કે તમારી અરજી મંજૂર કરવામાં આવી છે કે નહીં. અરજી મંજૂર થયા બાદ જેતે આગળની પ્રક્રિયા વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત સરકારી વિભાગ અને બેંક દ્વારા કરવામાં આવે છે.

જરૂરી પુરાવા (સ્કેનીંગ કરી અપલોડ કરવા માટે) 

Documents :

  • આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી (સિગ્નેચર)
  • સ્કૂલ લિવીંગ
  • જન્મનો દાખલો
  • ધંધાના સ્થળનો પુરાવા
  • બેંકની એકાઉન્ટ વિગત
  • અભ્યાસનો પુરાવો
  • સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ
  • ભાવ પત્રક (જીએસટી વિગતવાળુ) કોટેશન
  • તાલીમ અને અનુભવના પુરાવા.
  • અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ માટેનો જાતિનો દાખલો
  • દિવ્યાંગ હોય તે સિવીલ સર્જન દ્વારા આપેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર

મોટી લોન માટે પ્રોજેક્ટ રીપોર્ટ જરૂરી છે.

સમાવેશ ધંધા, સેવા સર્વિસ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ

લોન માટે સમાવેશ વિવિધ ધંધાની વિગત – Business

રેસ્ટોરંટ, કરીયાણાની દુકાન, ચશ્માની દુકાન, મેડીકલ સ્ટોર, વીજળીના માલસામામનની દુકાન, ફળફળાદી શાકભાજી લારી-ગલ્લો, ફુટવેર (પગરખા)ની દુકાન, પાન-બીડી કોલ્ડ્રીંક દુકાન (ગલ્લો), સ્ટેશનરી, મીઠાઈની દુકાન, કપડાની દુકાન, સૌંદર્યસાધન (કોસ્મેટીક્સ)ની દુકાન, બુક સ્ટોલ, દુધ દહી વેચાણ દુકાન- ડેઈરી, બુક સ્ટોલ, મરઘા ઉછેર, લાકડાની લાટ, કોલસાની દુકાન, કેમીકલ્સ વેચાણ, ઓટો પાર્ટ્સ, જંતુનાશક દવા વેચાણ, પેઈન્ટ્સ હાર્ડવેર દુકાન, માર્બલ કોટાસ્ટોન અને બિલ્ડીંગ મટીરીયલ વેચાણ, આઈસ્ક્રીમ –પીણા પાર્લર, ઓઈલ ગ્રીસ લુબ્રીકેટીંગ વેચાણ, વાસણ ભંડાર, રેડીમેઈડ, હસ્તકલા વેચાણ, બેકરી, કપડાની ફરતી લારી, ગીફ્ટ આર્ટીકલ, નર્સરી, ગ્લાસ શીટ વેચાણ, પ્લાસટીક માલસામાન ની દુકાન, કસ્ટમના માલસામાનની દુકાન, ઈલેકટ્રોનીક્સ આઈટમ, રમતગમતના સાધનો વેચાણ દુકાન, સાયકલ તથા ટ્યુબ સ્પેરપાર્ટ્સ, ટેલરીંગ મટીરીયલ વેચાણ, ઘડીયાલ વેચાણ, ચા નો વેપાર, મીલ જીન સ્ટોર્સ ટેક્ષટાઈલ વેચાણ, ફુલમાંથી બુકે હાર કલગી તોરણ વેપાર, લોખંડનો વેપાર, કૃષીબીજ અને બીજા ઘણા વેપાર ધંધા.

લોન માટે સમાવેશ વિવિધ સેવા (સર્વિસ)ની વિગત – Services

વાહનો –  ટેક્ષી (ફોર વ્હીલર), પેસેન્જર રીક્ષા, લોડીંગ રીક્ષા, મીની ટ્રક, પેડલ રીક્ષા

વ્યવસાય –  હેલ્થ ક્લબ,  બ્યુટી પાર્લર, લોન્ડ્રી, સાઉન્ડ સર્વિસ,  નાનુ દવાખાનું, કડીયાકામ, સ્ટેમ્પ વેન્ડર, વકીલાતનો વ્યવસાય, કોચીંગ ક્લાસ, બેન્ડવાજા, અનાજ સાફ કરવા, લોજ, બોરકામ, પેથોલોજી લેબોરેટરી, ફીશીંગ બોટ,  મંડપ ડેકોરેશન, પશુ દવાખાનુ,   હજામતની દુકાન, ટાઈપીંગ ક્લાસીસ, ઘોડીયાઘર, ટીફીન બોક્ષ કેરીયર, પેસ્ટ કંટ્રોલ, નૃત્યકલા ક્લાસીસ (ડાન્સ ક્લાસ),

લોન માટે સમાવેશ વિવિધ અન્ય ઇન્ડસ્ટ્રીઝ – Other Industries etc.

ફટાકડા બનાવનાર  પાવરલૂમ, ગ્રેબોર્ડમાંથી બોક્ષ બનાવનાર, રેડીમેઈડ કપડા બનાવવા, દરજીકામ, અથાણા પાપડ મસાલાની બનાવટ, બેકરી, ખારીસીંગ ચણામમરા બનાવવા, મીઠી સોપારી, ચાઈના ગ્રાસ ક્રીસટલ જેલી બનાવનાર, મોબાઈલ રીપેરીંગ, કોમ્પ્યુટર રીપેરીંગ, બટાકાની વેફર બનાવટ, ખજૂરની સફાઈ કરી પેકીંગ, મેદાની સેવ, મશરૂમ ઉત્પાદન, મુખવાસ રીપેકીંગ, મસાલા, સ્નેક્સ ફૂડ, જામ-જેલી, મશીનથી પોપકોર્ન, ભરત ગુંથણ, જરી ઉદ્યોગ, મોતીકામ, સાવરણી તથા સુપડા, આરી ભરત, ફોટોફ્રેમ તથા પ્લાસ્ટીક લેમીનેશન, ચુના ઉદ્યોગ, માર્બલ સ્ટોન વસ્તુ બનાવવી, સીમેન્ટ બ્લોક,  રૂ પીંજણી (ગાદલા રજાઈ), ફ્લોર મીલ , ટાઈપ રાઈટીંગ રીપેરીંગ, ફ્રેગરેન્સ ઓઈલ, ટેલકમ પાવડર, વેસેલીન, દંતમંજન,સાબુ, અગરબત્તી, આયુર્વેદીક બનાવટ (દવા)  પતંગ, પેઈન્ટીંગ જાહેરાત બોર્ડ, લુહારી કામ, સ્ટીલ ફર્નીચર, કુલર એરકન્ડીશનર, રેફ્રીજરેટર રીપેરીંગ, સેનેટરી નેપકીન, પેપર પ્રીન્ટીંગ, બુક બાઈન્ડીંગ,  હેન્ડ પ્રીન્ટ – સ્કીન પ્રીન્ટીગ, આઈસ્ક્રીમ, દુધની બનાવટ દહી ની બનાવટ, દુધની મીઠાઈ, ઈટ ઉદ્યોગ, સિરામિક ડેકોરેશન, વિજળી કામ રીપરીંગ,  સોના-ચાંદીના દાગીના (જોબવર્ક), વ્હીલ એલાયમેન્ટ, પ્લાસટર ઓફ પેરીસ, ફોટોગ્રાફી વિડીયોશુટીંગ …અન્ય ઘણી ઇન્ડસ્ટ્રીઝ નો સમાવેશ થાય છે.

આ ફોર્મ તમે જાતે અથવા સાયબરકાફે – ઓનલાઈન સેન્ટર પર જઈને ભરાવી શકો છો.

 

please visit our website for government finance  and government loan scheme.

આ સિવાય આ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના પણ ચલાવવામાં આવે છે આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે જેની માહીતી આજ વેબસાઈટ www.newinfohub.com  સરકારી યોજના ના પેજ પર મુકવામાં આવશે.  આવીજ બીજી યોજના અને માહીતથી સરભર વેબસાઈટની મુલાકાત કરતા રહો. મુલાકાત બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *