newinfohub

હવે RTO જવાની ઝંઝટ માંથી મુક્તી, સરકારનો ડ્રાઈવીંગ લાયસન્સ અંગે મોટો નીર્ણય – Driving Licence New Rules from 1st June 2024

હવે RTO જવાની ઝંઝટ માંથી મુક્તી,

ભારત સરકારનો ડ્રાઈવીંગ લાયસન્સ અંગે મોટો નીર્ણય

Driving Licence New Rules from 1st June, 2024

ભારત માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 1 જુન થી નવા નિયમો લાગુ

1લી  જૂનથી નવા નીયમો  લાગુ થવાની સાથેજ તમે RTO ગયા વગર કોઈપણ અધિકૃત અને પ્રમાણિતપ્રાઈવેટ ડ્રાઈવીંગ સ્કૂલ થી ડ્રાઈવીંગ લાયસન્સ લઈ શકશો

ભારત સરકારના માર્ગ પરિવહન અન રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ નિયમ 1 લી જૂન, 2024 થી  સમગ્ર ભારત માટે લાગુ થશે. માત્ર RTO દ્વારા નવી શરતો ને પૂર્ણ કરનાર માન્યતા પ્રાપ્ત અને પ્રમાણિત પ્રાઈવેટ ડ્રાઈવીંગ સ્કૂલ જ  ડ્રાઈવીંગ ટેસ્ટ લઈ શકશે.

હાલની પ્રક્રિયા મુજબ પાકા લાયસન્સ ની ડ્રાઈવીંગ ટેસ્ટ માટે માત્ર આરટીઓ ની એપોઈન્ટ લઈને જે તે આરટીઓ કચેરી જઈને તમારે આરટીઓ ના ડ્રાઈવીંગ ટ્રેક પર  ડ્રાઈવીંગ ટેસ્ટ આપવી પડતી હતી, પરંતુ હવે પહેલી જુન 2024 થી તમો પાકા લાયસન્સ માટે તારીખ અને સ્થળ પસંદગી કરવા માટે આરટીઓ માન્યતા પ્રાપ્ત પ્રાઈવેટ ડ્રાઈવીંગ સ્કૂલનો ઓપ્શન સીલેક્ટ કરી ત્યાં જઈને પાકા ડ્રાઈવીંગ લાયસન્સ માટેની ટ્રેક ટેસ્ટ આપી શકશો અને પાકું લાયસન્સ સરળતાથી મેળવી શકશો.

આ નિયમ ક્યારથી અમલમાં આવશે ?

1 જુનથી ડ્રાઈવીંગ ટેસ્ટ આપવા માટે તમારે તમારા નજીકના ડ્રાઈવીંગ સ્કૂલ નો વિકલ્પ પસંદ કરી શકશો અને ત્યાં તમે તમારી ડ્રાઈવીંગ ટેસ્ટ આપી શકશો.

પ્રક્રિયા

ડ્રાઈવીંગ લાયસન્સ માટે અરજી કરવાની પધ્ધતીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહી, માત્ર ડ્રાઈવીંગ ટેસ્ટ માટે તમે અધિકૃત ડ્રાઈવીંગ સ્કૂલ નો ઓપ્શન સીલેક્ટ કરી જે તે ડ્રાઈવીંગ સ્કૂલ દ્વારા પાકુ લાયસન્સ મેળવી શકો છો.

પ્રાઈવેટ ડ્રાઈવીંગ સ્કૂલ ખોલવા માટેના નિયમો

ડ્રાઈવીંગ સ્કૂલ ખોલવા માટે ઓછામાં ઓછી 1 એકર જમીન (ફોર વ્હીલર ની ટેસ્ટ માટે 2 એકર જમીન) હોવી જોઈએ.

આ ડ્રાઈવીંગ સ્કૂલોએ યોગ્ય પરીક્ષણ (ડ્રાઈવીંગ ટેસ્ટ) માટે ની સુવીધાઓ પ્રદાન કરવાની રહેશે.

આ ડ્રાઈવીંગ સ્કૂલ ઈન્સટ્રક્ટર કમસે કમ હાઈસ્કૂલ ડિપ્લોમા (સમકક્ષ) અને કમ સે કમ 5 વર્ષનો ડ્રાઈવીંગ નો અનુભવ હોવો જરૂરી છે સાથે બાયોમેટ્રીક અને આઈટી સીસ્ટમ થી પરિચીત હોવો જરૂરી છે.

દંડ અંગે નવા નિયમ

વધુમાં લાયસન્સ વગર ડ્રાઈવીંગ કરવા પર અત્યાર સુધી દંડની રકમ રૂ.1000 હતી જે વધારીને 2000 કરવામાં આવી છે. અને આ સિવાય સગીર બાળકો ડ્રાઈવીંગ કરતા ઝડપાશે તો તેમના માતા પિતા વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અને રૂ. 25000 નો દંડ વસૂલવામાં આવશે અને તે ગાડીનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે.

Apply for New Driving Licence

Visit https://sarathi.parivahan.gov.in/

તમે જાતે ઓનલાઈન અથવા નજીકના સાયબરકાફે ઓનલાઈન સેન્ટરમાં જઈને આ પ્રક્રિયા કરી શકો છો અને સરળતાથી ડ્રાઈવીંગ લાયસન્સ મેળવી શકો છો.

 

આજ રીતની નવી નવી માહીતી મેળવવા અમારી વેબસાઈટ www.newinfohub.com ની મુલાકાત કરતા રહો.

આભાર

Exit mobile version