newinfohub

વ્હાલી દીકરી યોજના 2024 :  Vahali Dikri Yojana 2024

વ્હાલી દીકરી યોજના 2024 :  Vahali Dikri Yojana 2024

 1,10,000/- ની સહાય

 

દેશના દરેક સામાન્ય નાગરીક ને સામાજીક અને આર્થિક રીતે સધ્ધર બનાવવા સમયાંતરે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે ગુજરાત સરકારે મહિલા રશક્તીકરણ તેમજ છોકરીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહીત કરવા તેમજ શાળાઓમાંથી છોકરીઓના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરવા અને બાળ લગ્ન અટકકાવવા જેવા ઉદ્દેશો સાથે આ યોજના વર્ષ ઓગષ્ટ 2019 માં વ્હાલી દીકરી યોજના VAHALI DIKRI YOJANA શરુ કરવાં આવી.

આ યોજના દ્વારા મા બાપને છોકરીના પહેલા ધોરણ વખતે 1000, ચોથા ધોરણ વખતે 4000 અને 18 વર્ષના થાય ત્યારે વધુ ઉચ્ચ અભ્યાસ માટે 100000 ની સહાય આપવામાં આવે છે. આમ આર્થિક રીતે રૂ. 1,10,000/- ની સહાય પુરી પાડવામાં આવે છે.

આ vahali dikri yojana યોજના ની તબક્કાવાર સંપૂર્ણ માહીતી નીચે આપવામાં આવી છે, જેમાં યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે, ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાંથી ભરવું, ફોર્મ જમા કરાવતી વખતે જોડે કયા અને કેટલા પુરાવા રજુ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ છે.

વ્હાલી દિકરી યોજનાની વિગત (Vahali Dikri Yojana) 

દીકરી ના જન્મને પ્રોત્સાહન આપવા સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા શરૂ કરવામાં આવેલ યોજના

યોજનાની પાત્રતા

તા.૦૨/૦૮/૨૦૧૯કે તે પછી જન્મેલ દીકરીઓ પ્રથમ ત્રણ સંતાનો પૈકી ની તમામ દીકરીઓ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિઓને લાભ મળવા પાત્ર.

નોંધ – આ યોજના નો લાભ લેવા માટે દિકરીના જન્મ ના એક વર્ષની અંદર ફોર્મ જમા કરાવવાનું રહેશે. 

?

યોજના માટે આવક મર્યાદા

દંપતિની વાર્ષિક આવક રૂ.૨૦૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.

આ યોજનાનો લાભ લેવા જરૂરી પુરાવાઓની પ્રમાણિત નકલ

ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે જોગવાઈ મુજબ  ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે.  જે અન્‍વયે Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે. હવે, એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.

 

યોજના હેઠળ મળતા લાભની વિગત

ત્રણ હપ્તામાં કુલ રૂ.૧,૧૦,૦૦૦/-

નિકાલની સમય મર્યાદા

કુલ ૧૫ દિવસ (અંદાજીત)

વહાલી દીકરી યોજના ફોર્મ

વહાલી દીકરી યોજના Women and child development department of Gujarat દ્વારા અમલ મા આવેલ છે. લાભાર્થી લાભ લેવા માટે નિયત નમૂના ફોર્મ અરજી કરવાની રહેશે .વહાલી દિકરી યોજના વિશે વધારે માહિતી મેળવવા માટે તમે બાળ વિકાસ વિભાગ કચેરી ખાતે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. તેમજ તમે તાલુકા કક્ષાએ Icds વિભાગની કચેરીમાં જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો અને ગ્રામકક્ષા આંગણવાડી વર્કર પાસેથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો

અરજી કોને કરી શકાય 

તમારા ગામના અથવા શહેરના વોર્ડ વિસ્તારમાં નજીકમાં આંગણવાડી Icds પર વિભાગ પર આપ જઈને ફોર્મ મેળવી શકો છો અને ત્યાં જ ફોર્મ આખું ભરીને આધાર પુરાવા સાથે રજૂ કરીને જમા કરાવી શકો છો.

સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ:- www.wcd.gujrat.gov.in પર જઇને આપ માહિતી મેળવી શકો છો.

સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે ઘણી યોજનાઓ અમલમાં મુકેલ છે પરંતુ લોકોમાં જાગૃતિનો અભાવ અને માહીતી ન હોવાથી તેઓ આવી સહાય અને યોજનાઓથી વંચીત રહી જતા હોય છે જો તેમે આવી વિવિધ સહાય અને યોજનાઓ વિષે વધુ માહીતી મેળવવા ઈચ્છતા હોવ તો અમરી આ વેબસાઈટ www.newinfohub.com ની રેગ્યુલર મુલાકાત કરતા રહો અને આપના કુટુંબ સમાજ અને આર્થિક રીતે ઉપયોગી થઈ શકે તેવી વિવિધ યોજનાઓની માહીતી અને અપટેડ મેળવતા રહો જેથી સરકાર દ્વારા અમલમાં મુકેલ યોજનાઓનો લાભ લઈ શકાય.

આપ મેસેજ માં ફીડબેક આપી આ વેબસાઈટ ને વધુ સારી બનાવવા માટે સલાહ આપી શકો છો.

 

 

Exit mobile version