New Passport Rules – પાસપોર્ટ માટે નવો નિયમ – હવે આ તારીખ પછી જન્મેલા લોકો માટે જન્મ પ્રમાણપત્ર ફરજીયાત
newinfohub
Representative image
New Passport Rules -પાસપોર્ટ માટે નવો નિયમ – હવે આ તારીખ પછી જન્મેલા લોકો માટે જન્મ પ્રમાણપત્ર ફરજીયાત
વિદેશ પ્રવાસ માટે મહત્વનો પુરાવો અને તમારી ઓળખ અને નાગરિકતા સાબિત કરતો મહત્વનો દસ્તાવેજ એટલે ભારતીય પાસપોર્ટ. તેની મદદથી તમો ભારત બહારના દેશામાં ફરવા, ભણવા કે બિઝનેશ અર્થે મુસાફરી કરી શકો છો. કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરવા માટેના નિયમમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે.
New Passport Rules – નવા પાસપોર્ટ માટેનો આ નિયમ અધિકૃત ગેઝેટમાં સુધારા પ્રકાશિત થયા બાદ અમલમાં આવશે. આમ નવા નિયમ મુજબ માત્ર જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રાર મ્યુનિસિપલ કોર્પોરેશન કે જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969 હેઠળ સત્તા પ્રાપ્ત અન્ય કોઈ પણ સત્તા દ્વારા ઇશ્યુ કરાયેલા જન્મ પ્રમાણપત્ર ને 1 ઓકટોબર 2023 કે ત્યારબાદ જન્મ થયેલા લોકો માટે જન્મતારીખના પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવશે. અન્ય અરજદારો એટલે કે 1 ઓક્ટોબર 2023 પહેલા જન્મેલા અરજદારો જુની સિસ્ટમ મુજબ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ પાનકાર્ડ વગેરે રજૂ કરી શકે છે.
24 ફેબ્રુઆરી 2025 ના રોજ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સત્તાવાર સૂચનમાં કહેવામાં આવ્યુ છે કે સરાકાર જુના પાસપોર્ટના નિયમો માં ફેરફાર પાસપોર્ટ (સુધારા) નિયમો 2025 હેઠળ આ નવો નિયમ અમલમાં લાવી રહી છે જેમાં જુના પાસપોર્ટ નિયમો મુજબ જન્મ ના પુરાવા તરીકે તમે પાનકાર્ડ, સ્કૂલ વિલીંગ સર્ટીફીકેટ, ડ્રાઈવીંગ લાયસન્સ, ધોરણ-10ની માર્કશીટ અથવા સર્ટીફીકેટ જેમાં જન્મતારીખ નો ઉલ્લેખ હોય તેવા પુરાવાઓ માન્ય ગણાતા હતા. તે હવે માત્ર 1 ઓકટોબર 2023 પહેલા જન્મેલા અરજદારને લાગુ પડશે. 1 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ જન્મ થયેલ અરજદારને જન્મના પુરાવા તરીકે ફરજીયાત પણે જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) રજુ કરવું પડશે.
પાસપોર્ટ અંગે વધુ માહિતી પાસપોર્ટની ઓફીશીયલ વેબસાઈટ www.passportindia.gov.in દ્વારા મેળવી શકો છો.
આવી જ નવી નવી માહિતી અને ડોક્યુમેન્ટ અંગેની નવી માહિતી, સરકારી ભરતી, સરકારી લોન તેમજ સરકારી સહાય અંગેની વિવિધ માહિતી માટે અમારી વેબ સાઈટ www.newinfohub.com ની જરૂર મુલાકાત લેતા રહો. અમો અમારી વેબસાઈટ દ્વારા તમોને તમારા કામની માહીતી આપતા રહીશું.