કુંવરબાઈનું મામેરૂ – Kuvarbai nu Mameru Yojana – SC અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગ સહાય
Eligibility and How to Apply
Government of Gujarat Yojana Scheme
લગ્ન માટે કન્યાને મળશે રૂ.12000
Welcome www.newinfohub.com માં આપનું સ્વાગત છે,આજે આ આર્ટિકલના માધ્યમથી ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગની કુંવરબાઈનું મામેરૂ યોજના વિશે જાણીશુ.
ગુજરાત સરકાર વિવિધ યોજના દ્વારા સમાજને લાભ થાય તેવા કાર્યો કરી રહી છે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે, જેમાંથી કેટલીક યોજનાઓ ટુંકાગાળાની હોય છે તો કેટલીક યોજનાઓ હમેશા ચાલુ રહેતી હોય છે અને તેનાથી ગુજરાતના નાગરીકને વિવિધ લાભો મળી રહેતા હોય છે.
કુંવરબાઈનું મામેરૂ યોજના સામાજીક અને અનુસૂચિત જાતિ વર્ગમાં સમાવેશ થતા યુવક-યુવતીના લગ્ન બાદ બે વર્ષની અંદર જરૂરી પુરાવા અને શરતો મુજબ અરજી કરવાથી યુવતી (કન્યા) ને સહાય તરીકે રૂ.12000/- ની રકમ DBT (direct bank transfer) દ્વારા આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોને કોને મળે ?
અનુસૂચિત જાતિ વર્ગમાં સમાવેશ પુખ્તવયની કન્યાને. (આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે સામાન્ય-જનરલ વર્ગની કોઈ પણ કે જેના પિતાની વાર્ષિક આવક 6,00,000/-થી ઓછી હોય તેવી કન્યા)
આવક મર્યાદા
આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે. (કન્યાના પિતાના આવકનો દાખલો અને પિતા હયાત ના હોય તો કન્યાની માતાનો આવકનો દાખલો અને પિતાના મરણનો દાખલો સબમીટ કરવો જરૂરી છે.)
આ યોજનામાં કેટલી સહાય મળે ?
અનુસૂચિત જાતિ વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે રૂ.૧૨૦૦૦/- ની સહાય DBT (direct bank transfer) દ્વારા ચૂકવવામાં આવે છે.
નિયમો અને શરતો
- આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
- આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા રૂ.600000/- છે
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
- કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
- લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
- સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- કન્યાનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- સ્વ-ઘોષણા (Self-Declaration)
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
નોંધઃ યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધી લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
આ યોજના નો લાભ લેવા માટે સમાજ કલ્યાણની વેબ સાઈટ www.esamajkalyan.gujarat.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહે છે. તમો જાતે અથવા સાયબર કાફે – ઓનલાઈન સેન્ટર પર જઈને જરૂરી ઓરીજીનલ પુરાવા સ્કેન કરાવીને અરજી સબમીટ કરી શકો છો.
આવી જ બીજી સહાય યોજનાઓની માહીતી મેળવવા માટે અમારી વેબસાઈટ www.newinfohub.com પર મુલાકાત કરતા રહો, અમો તમોને સાચી અને સરળ ભાષામાં સમાજને ઉપયોગી માહીતી આપતા રહીશું.