સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ (LC) માં નામના અંતે અટક લખવાનો નવો પરિપત્ર
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ તે પહેલા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા ગુજરાત રાજ્યની દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને જૂન-2025 થી શાળા છોડ્યાના પ્રમાણ પત્ર એટલે કે સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટમાં વિદ્યાર્થીના નામના અંતે અટક દર્શાવવા માટે તાકીદ કરી છે.

LC માં હાલમાં નામ લખવાની પધ્ધતિ અને નવી પધ્ધતિથી નામ અંગે સૂચના
સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ (એલ.સી.) કે જેને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કહેવામાં આવે છે જેમાં બાળકની અટક નામ અને પિતાનું નામ તેમજ માતાનું નામ, જન્મ તારીખ વગેરે જેવી મહત્વની બાબતો નો ઉલ્લેખ કરેલ હોય છે. જેમાં હાલમાં ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા નામ લખવાની પધ્ધતિમાં પહેલા અટક પછી વિદ્યાર્થીનું નામ અને અંતે પિતાનું નામ લખવાની પ્રથા ચાલી રહી છે. પરંતુ વિદ્યાર્થીનું નામ લખવાની પધ્ધતિમાં ફેરફાર કરી નામ લખવાની શરૂઆતમાં વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ અને અંતમાં અટક લખવાની રહેશે.
આજ કારણો સર હાલમાં અપાર આઈડી સાથે બાળકોના નામ મેપીંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આધારકાર્ડ – અપાર આઈડી અને સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટ બધામાં એક સરખા નામ લખવાની એકરૂપતા જળવાઈ રહે તે હેતુ થી આ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.
જન્મ પ્રમાણપત્રમાં નામ
માહિતી મુજબ હાલમાં નવા બની રહેલા જન્મના પ્રમાણપત્રમાં પણ બાળકનું આખુ નામ લખવાની પ્રથા દાખલ કરવામાં આવી છે એટલે કે પહેલા બાળકનું નામ વચ્ચે પિતાનું નામ અને અંતે અટક … આમ સરકાર દ્વારા દરેક વિભાગ દ્વારા નામ લખવાની પધ્ધતિ એક સરખી થઈ જવાથી નામ લખવા બાબતે ભવિષ્યમાં મુશ્કેલીઓના સામનો નહી કરવો પડે અને આમ દરેક ડોક્યુમેન્ટ માં એક સરખા નામની એકરૂપતા જોવા મળશે.
નવા એડમીશન વખતે જનરલ રજીસ્ટરમાં નામ નોંધણી
જૂન-2025 થી શાળામાં નવા પ્રવેશ થતા વિદ્યાર્થીઓના જનરલ રજીસ્ટરમાં નામ નોંધણી વખતે હવે ફરજીયાત રીતે નામના અંતે અટક લખવાની રહેશે. તેમજ હવે પછી જ્યારે પણ બાળક એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવે તે સમયે તેને તે શાળામાંથી લીવીંગ સર્ટીફીકેટ (LC) આપવામાં આવે ત્યારે પણ આજ રીતે એટલે કે બાળકનું આખું નામ લખવામાં અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે અપાર આઈડી, આધારકાર્ડ અને એલ.સી.(સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટ) તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓના આ જ રીતે નામ લખવાની પધ્ધતીને અનુસરવાનું રહેશે.
વિદ્યાર્થીને લગતી વિવિધ બાબતો જેમ કે એડમિશન, સ્કોલરશીપ, વિદેશ અભ્યાસ તેમજ વિવિધ જાણકારી મેળવવા માટે અમારી વેબ સાઈટનો www.newinfohub.com ની મુલાકાત કરતા રહો.
