વિદેશમાં અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર આપે છે
15 લાખની વિદેશ અભ્યાસ લોન
તે પણ 4%ના નજીવા વ્યાજ દરે. મહત્વની બાબત એ છે કે આ લોન મંજૂર થયા બાદ લોનના હપ્તાની રકમ તુરંત ભરવાની નથી પરંતુ વિદેશમાં અભ્યાસ ક્રમ પૂર્ણ થયા બાદ 6 મહીને લોનના પહેલા હપ્તાની શરૂઆત થશે. આમ આ વિદેશ અભ્યાસ લોન તેજસ્વી વિદ્યાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ માટે ખુબ ઉપયોગી બનશે અને લોન ચૂકવવામાં પણ સરળતા રહેશે.
યોજનાનો હેતુ
- અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા ₹.૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.
યોજના શરૂ થયાનું વર્ષ
- ૧૯૯૯
વિદેશ અભ્યાસ લોન માટે પાત્રતાના માપદંડો
- મુળ ગુજરાત રાજયના વતની હોવા જોઇએ.
- સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓને પોસ્ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્ચ કક્ષાના સંશોધન અને કોમ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન.
- ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે લોન.
- એક જ ૫રિવારના વધુમાં વધુ બે વ્યકિતને લોન આપી શકાશે..
- કોઇ આવક મર્યાદા નથી
- લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી ૬ માસ પછીથી શરૂ કરવામાં આવે છે. પરંતુ લોનની વસુલાત ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે વસુલ કરવાનુ રહેશે.
- વિદ્યાર્થી વિદેશની જે સંસ્થામાં શિક્ષણ મેળવે તે સંસ્થા જે તે સરકાર ધ્વારા માન્ય થયેલ હોવી જોઇએ અને મેળવેલ ડીગ્રી જે તે દેશમાં સ્વીકૃત થયેલી હોવી જોઇએ.
- લાભાર્થીએ એક સધ્ધર જામીન રજુ કરવાના રહેશે.
- Videsh Abhyas Loan – Foreign Study Loan વિદ્યાર્થીના વિદેશ ગમનના છ માસની અંદર ૫ણ અરજી કરી શકે.
- ધોરણ-૧૦ પાસ કર્યા ૫છી આઇ.ટી.આઇ.નો બે વર્ષનો અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્ષ કરેલ હોય અને તે માટેની એન.સી.વી.ટી અથવા જી.સી.વી.ટી.ની ૫રીક્ષા પાસ કરેલ હોયતો તે વિદ્યાર્થીઓએ પોતાની ૫સંદગી અનુસાર ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ ની ધો. ૧૨ ની અથવા ગુજરાત ઓ૫ન સ્કુલ એકઝામીનેશનની અંગ્રેજી વિષયની ૫રીક્ષા પાસ કરે તો તે વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ ૫છીના અભ્યાસક્રમોમાં પ્રવેશના હેતુસર ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે.
- જે વિદ્યાર્થીએ ધો.૧૦ ૫છી પોલીટેકનીકમાં ત્રણ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ કરેલ હોય તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે
- વિઝા અને એરટીકીટ રજુ કર્યા પછી જ મંજુરીની કાર્યવાહી કરવામાં આવશે.
- જો વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થાય તો નોકરીનુ સ્થળ-રહેઠાણમાં ફેરફાર, સં૫ર્ક નંબર, ઇ-મેઇલ આઇડી, ભારતમાં આવાગમનની જાણ “જયાં સુધી લોન ભરપઇ ના થાય ત્યા સુધી” ફરજીયાત કરવાની રહેશે.
- રાજયના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૧૨ કે તેથી ઉ૫રના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં ૫૦% કે વધુ માર્કસ ધરાવતા હોવા જોઇશે. તેમજ તેઓ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા, પી.એચ.ડી. તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે.
- વિદ્યાર્થીના વિદેશ ગમનના 6 માસની અંદર પણ કરી શકાય છે.
સહાયનું ધોરણ
- રૂ.૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે લોન.
અરજી સાથે સ્કેન કરી અપલોડ કરવાના પુરાવા
- રહેઠાણનો પુરાવો (વિજળી બિલ/લાઈસન્સ/ભાડાકરાર/ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ પૈકી એક)
- જાતિનો દાખલો
- શાળા છોડ્યાનો દાખલો (સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટ)
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણ પત્રો (ધો.10 અને 12 તેમજ વધુ અભ્યાસની દરેક માર્કશીટ અને સર્ટીફીકેટ)
- પાસપોર્ટ
- વિઝા
- એર ટીકિટ
- પિતા/વાલીની મિલક્તનો વેલ્યુએશન રીપોર્ટ
- મિલ્કતના આધાર (તાજેતરની 7/12 ઈન્ડેક્ષ વગેરે)
- એડમીશન ઓફર લેટર
- વિદ્યાર્થીનું સોગંધનામુ
- લોન ભરપાઈ કરવા પાત્રતાનો દાખલો
- બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક (સ્ટુડન્ટ)
- વિદ્યાર્થીનું સોગંદનામુ (પરિશિષ્ટ – ડ) (રૂ.50 ના સ્ટેમ્પ પર)
- જામીનદારનો જામીનખત નમૂનો પરિશિષ્ટ-ગ (રૂ.100 ના સ્ટેમ્પ પર)
- લોન મેળવવા જાત-જામીનખતનો નમૂનો પરિશિષ્ટ – ખ (રૂ.50 ના સ્ટેમ્પ પર)
- લોન ભરપાઈ કરવા માટે પાત્રતાનો દાખલો પરિશિષ્ટ – ઘ (સાદા કાગળ પર)
સંદર્ભઃ ઉપરની મોટાભાગની વિગતો ગુજરાત સરકારની https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઈટ દ્વારા લેવામાં આવી છે. વધુ વિગતો માટે https://esamajkalyan.gujarat.gov.in/ ની મુલાકાત લેવી.
આવી જ વિવિધ યોજનાઓ, સરકારી લોન, સરકારી ભરતીની વિવિધ જાહેરાતોની માહીતી માટે અમારી વેબસાઈટ www.newinfhub.com જોતા રહેવું. અમો સતત આપને નવી નવી અને સમાજને ઉપયોગી એવી માહીતી આપતા રહીશું.
- જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન માટે જુઓ https://newinfohub.com/2024/05/12/foreign-education-loan/
- અનુસૂચિત જાતી માટે લગ્ન સહાય 15000/- માટે જુઓ https://newinfohub.com/2024/04/29/kuvarbai-nu-mameru-sc/
- RTE Admission 2025 – જાણો મફત ધોરણ 1 માં એડમિશન માટે જુઓ. https://newinfohub.com/2025/02/20/rte-admission-2025
આ ફોર્મ તમે સાયબર કાફે / ઓનલાઈન સેન્ટર અથવા જાતે પણ ભરી શકો છો. જે પરિશીષ્ટ સ્ટેમ્પ પેપર ઉપર રજૂ કરવાના છે તે નોટરી સમક્ષ એફીડેવીટ કરાવીને ચોખ્ખા દેખાય તેવા સ્કેન કરી પીડીએફ અપલોડ કરવાના રહેશે.
વેલ્યુએશન રીપોર્ટ પણ સરકાર માન્ય હોય તેવા વેલ્યુઅર જોડે થી સંપૂર્ણ વિગતો સહીત નો સહી સિક્કા વાળો મિલકતના ફોટા સહીતનો બનાવળાવાનો રહેશે.
અન્ય સ્કેન કરીને અપલોડ કરવાના દરેક પુરાવા ઓરીજીનલ ચોખ્ખા દેખાય તેવા અપલોડ કરવા.