ધોરણ 12 પરિણામ – HSC RESULT સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, GUJCET-2025 પરિણામની તારીખ જાહેર

HSC RESULT ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ GUJCET-2025 પરિણામની તારીખ જાહેર

 

ફેબ્રુઆરી -માર્ચ 2025 માં યોજાયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 12  વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ GUJCET-2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ આવતી કાલે એટલે કે તારીખ 05-05-2025 ના રોજ સવારે 10-30 કલાકે જાહેર કરવામાં આવશે.  આ  માહિતી  ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી કુબેરસિંહ ડિંડોરે માહિતી તેમના એક્સ પર પોસ્ટ કરી આપી છે.

ધોરણ 12 પરિણામ તારીખ અને સમય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી મુજબ આ વર્ષે એટલે કે ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ GUJCET-2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org  પર તારીખ 05/05/2025 ના રોજ સવારે 10-30 કલાકે જાહેર કરવામાં આવશે.

Result whstsapp દ્વારા પરિણામ મેળવવા અંગે : વ્હોટ્સઅપ નંબર 6357300971  પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પોતાનું પરિણામ મેળવી શકે છે.  વિદ્યાર્થીઓને તેઓનું ગુણપત્રક પ્રમાણપત્ર વગેરે મેળવવાની જાણ હવે પછીથી કરવામાં આવશે, અને ત્યાર બાદ ગુણ ચકાસણી વગેરે અંગેની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્રે વિવિધ જાહેરાત તેમજ સરકારી ભરતી તેમજ સરકારી યોજના અંગેની વિવિધ જાહેરાતો ની જાણકારી મેળવવા માટે અમારી વેબસાઈટ www.newinfohub.com ની રેગ્યુલર વિઝીટ કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *