સામાન્ય (જનરલ કેટેગરી) ના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના – Foreign Education Loan for Student – How to Apply – Eligibility – Rules and Regulation
Welcome to www.newinfohub.com આજે આપણે ગુજરાત સરકાર ના ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUEEDC) દ્વારા બિનઅનામત વર્ગમાં સમાવેશ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે આપવામાં આવતી લોન વિશે જાણીશું.
સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બિનઅનામત એટલે કે સામાન્ય – જનરલ કેટેગરીમાં સમાવેશ થતા તમામ કે જેઓની કુટુંબની આવક મર્યાદા વાર્ષિક 6 લાખ થી ઓછી હોય તેવા લોકો માટે આ યોજના અમલ માં મુકવામાં આવી છે. જેમાં 15 લાખ સુધીના લોન 4 ટકાના સાદા વ્યાજ થી આપવામાં આવે છે. સામાન્ય કોઈ પણ જ્ઞાતીના વિદ્યાર્થીઓ આ લોન માટે અરજી કરી શકે છે.
વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થીતી સારી ન હોવાથી તેઓ વિદેશની યુનિવર્સિટીની ફી ભરવા માટે સક્ષમ નથી હોતા, ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલ માં મુકવામાં આવેલ છે. સમાજ કલ્યાણની વેબસાઈટ www.esamajkalyan.gujarat.gov.in દ્વારા તમે આખા વર્ષમાં ગમે ત્યારે ઓનલાઈન અરજી કરી શકો છો.
મહત્વની બાબતો
- ધોરણ ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઇએ.
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં ૧૫ વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે.
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કરતાં ઓછી હોવી જોઇશે.
Foreign Education Loan ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા
- શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
- કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
- આઇ. ટી. રીટર્ન (computation) /સ્વઘોષણા પત્ર
- ઘોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
- સ્નાતકકક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી
- ધો-૧૨/સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
- વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે)
- એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોય તો તેવા લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
- જો આ૫ના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર
- પ્રતિવર્ષ ભરવાની થતી/ભરેલી ફીનો પુરાવો અને સમગ્ર કોર્ષની ફીનું માળખું
- પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ પત્ર (પરિશિષ્ટ-૧ મુજબ) (મિલ્કતના એકથી વધુ ધારણકર્તા હોય તેવા કિસ્સામાં તમામ ધારણકર્તાની સંમતિ સહિતનું પરિશિષ્ટ-૧. જો મિલ્કતના સહ ધારણ હોય તો એ કુલ મુખ્યતારનામું આપેલ હોય તો તેવું કુલ મુખ્યતારનામું Upload કરવું)
- પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી (મિલકતના ફોટા સહિત)અને મિલકતના આધારો
- મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટી
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ (આઇ.એફ.સી કોડ સહિત)
- લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક(પરિશિષ્ટ-૨ મુજબ)
- પાસપોર્ટ
- જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
- વિઝા
- એર ટિકિટ
ખાસનોંઘ
- રજુ કરેલ ફોર્મમાં ખૂટતી વિગતો માટે માંગેલ પૂર્તતા નિયત સમય મર્યાદામાં પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પૂર્તતા માટે પરત કરવામાં આવેલ અરજીઓ સમયમર્યાદામાં પૂર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
શરતો
- વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ વર્ષ દરમ્યાન સતત રીતે ચાલુ રહેશે.
- વિદેશ અભ્યાસ લોન માટે લાભાર્થીએ વિદેશ ગમન કર્યાના ૬ માસ સુધીમાં અરજી કરી શકાશે.
- એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ડિપ્લોમા, સ્નાતક(ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), પી.એચ.ડી. સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ મેળવી શકાશે.
- વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ-૧૨ ૫છી સ્નાતક તથા સ્નાતક ૫છી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા કે અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ અને પી.એચ.ડી. સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે લોન મેળવવા અરજી કરી શકશે.
- લોન યોજના માટે બજેટની ઉપલબ્ધતા ધ્યાને લઈ એક જ પરીવારના બીજા સભ્યને આ યોજનાનો લાભ મળી શકશે.
- પરણિત મહિલા લાભાર્થીઓના કિસ્સામાં આધાર કાર્ડ/વિઝા/ પાસપોર્ટ/બૅન્ક પાસબુક જેવા પુરાવા એકસરખા નામ મુજબના હોવા જોઈશે તથા તે મુજબના નામથી અરજી તેમજ આનુષાંગિક પુરાવા રજુ કરવાના રહેશે.
- લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
- અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા લોગીન મારફતે નિગમને ૫રત મળશે.
- નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
- સૈધ્ધાંતિક મંજુર થયેલ અરજીઓના તમામ દસ્તાવેજી પુરાવા નિગમને મળ્યા ૫છી નિગમ દ્ધારા લોનની રકમ મંજુર કરી લાભાર્થીના બેંક ખાતામાં DBT થી ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે.
- લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- હવે ૫છી થી અરજીની વિગતોની જાણ SMS/E-Mail થી કરવાની હોય આ૫નો મોબાઇલ નંબર અને E-mail બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
- અરજદારે અરજી મંજુર થયેથી મોરગેજ (ગીરોખત) દસ્તાવેજો રજુ કરવાના રહેશે. તથા તે અંગેની બોજાનોંધ/ગીરોનોંધ રજુ કરવાની રહેશે.
- રજુ કરેલ મકાન કે ખુલ્લો પ્લોટ સિટી સર્વેના રેકર્ડ પર નોંધાયેલ ન હોય તેવા કિસ્સામાં સોસાયટીના લેટરહેડ પર પ્રમુખશ્રી/મંત્રીશ્રીનો સહી/સિક્કા સાથેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. તેમજ તેમના આધાર કાર્ડની નકલ તેમજ પ્રમુખશ્રી/મંત્રીશ્રીનો મોબાઈલ નંબર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
- નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા) સહી કરેલા ચેક રજુ કરવાના રહેશે.
માહિતી સ્ત્રોત – www.esamajkalyan.gujarat.gov.in
આ લોન એપ્લાય કરવા માટે www.esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર જઈને યુઝર આઈડી પાસવર્ડ બનાવી ને Gujarat Unreserved Education and Economical Development Corporation માં જઈને અરજી કરી શકો છો જરૂરી ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ ઓરીજીનલ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. આ વેબસાઈટ માં આપેલ શરતો અને નિયમો વાંચી લેવા જરૂરી છે.